• 0
  • No Items available
x

Vastupal Ane Tejpal (વસ્તુપાળ અને તેજપાળ)


Categories: Religion
Book Type: epub
Book Size: 698.06 KB | ISBN(13): 9789351750826
Download Sample Preview Book From Mobile


વસ્તુપાળ અને તેજપાળનું જીવન મુત્સદ્દીપૂર્વકના પરાક્રમથી ભરેલું છે. તેજપાળની પત્ની અનોપ તો અનુપમા જ કહી શકાય. તેની કોઈ ઉપમા જ ન આપી શકાય. અને આવાં મહાન નરરત્નોને જન્મ આપનાર વિધવા માતા કુંવરબાઈને તો વંદન જ કરાય. અને આ કુંવરબાઈની કૂખને રત્નોની ખાણ સમજીને તેમાંથી મહાન રત્નો વસ્તુપાળ-તેજપાળ પેદા કરાવનાર આચાર્ય હરિભદ્રસૂરિજીને તો લાખલાખ વંદન કરવાં ઘટે. તેમણે ધાર્યું હોત તો કુંવરબાઈને દીક્ષા આપીને પોતાના ટોળામાં વધારો કરી શક્યા હોત. કદાચ તેવું થયું હોત તો કુંવરબાઈને મોક્ષ મળ્યો હોત પણ દેશની ગુલામી વધી ગઈ હોત. મોક્ષને બાજુએ મૂકીને નરરત્નો પેદા કરવા કુંવરબાઈને પુનર્લગ્ન કરવાની પ્રેરણા આપી તે પણ તે સમયે મહાન ક્રાન્તિ કહેવાય. ક્રાન્તિ સફળ રહી. ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ મળ્યા. તેમણે બૃહદ ગુજરાત બનાવ્યું. લોકોને સુશાસન આપ્યું.


Hand-picked Items Recommended by Us