• 0
  • No Items available
x

Ra' Gangajaliyo (રા’ ગંગાજળિયો)


Categories: Novel
Book Type: epub
Book Size: 652.42 KB | ISBN(13): 9788184619966
Download Sample Preview Book From Mobile


જૂનાગઢના રા’ માંડળિક છેલ્લાનો ઈ. સ. 1433થી 1473નો લીલાકાળ, એ ગુજરાતી નવી સુલતાનિયતના બે-ત્રણ સુલતાનોનો સમકાલ હતો. આ નવી ગુજરાતી સુલતાનિયત જે જે ચડતીપડતીઓ અનુભવી રહી હતી, તેનો ખ્યાલ મેં ‘મિરાતે સિકંદરી’ અને ‘મિરાતે એહમદી’ જેવી પ્રમાણમાં વિશ્વસનીય મુસ્લિમ તવારીખો પરથી મેળવીને વાર્તામાં ગૂંથેલ છે. મુસ્લિમ રાજરંગોની રંગભૂમિ ઉપર માંડળિકનું વ્યક્તિત્વ મેં ઊભું કરેલ છે. એની વિભૂતિનો આખરી અફળાટ યુવાન સુલતાન મહમદ બેગડાની સમશેર સાથે થયો ત્યાર પહેલાંની પ્રારબ્ધતૈયારી તો લાંબા કાળથી ચાલતી હતી. ગુજરાતની ઇસ્લામી રાજવટનો ભાગ્યપ્રવાહ મેં એટલા માટે જ જોડાજોડ બતાવ્યો છે.

ગુજરાતના ઇતિહાસ-રંગોમાં આસમાની ‘રોમાન્સ’ નથી, એવી એક નિરાધાર માન્યતા ચાલી રહી છે. ઇસ્લામી સમયનું ગુજરાત પણ રોમાંચક ઘટનાઓથી અંકિત હતું. ને એ રોમાંચક કિસ્સા તો મેં ‘મિરાતે સિકંદરી’ના આધારે, બેશક વધુ કલ્પનારંગો પૂર્યા વગર જ, આંહીં આલેખેલા છે. એ કિસ્સા, અને ‘સમરાંગણ’માં મૂકેલ યુવાન મુઝફ્ફર નહનૂના પ્રસંગો, કોઈપણ ગુજરાતી યુવાનને ગુજરાતના ઇતિહાસના અધ્યયનની લગની લગાડે તેવા છે. ગુજરાતની સંસ્કાર-ચૂંદડી પર સુલતાનિયતની તવારીખે એક ન ઉવેખી શકાય તેવી ભાત્ય પાડી છે.

રાણપુર, ૨૦-૪-૩૯,ઝવેરચંદ મેઘાણી


Hand-picked Items Recommended by Us