• 0
  • No Items available
x

Purva-ni Sat Baheno (પૂર્વની સાત બહેનો)


Categories: History
Book Type: epub
Book Size: 995.49 KB | ISBN(13): 9789351750758
Download Sample Preview Book From Mobile


ઉત્તરપૂર્વની આ સાત બહેનો ખરેખર જોવા જેવી છે. સાતમાં અરુણાચલ બૌદ્ધધર્મી છે. વનરાજિ અને માણસોથી સુંદર છે. અહીં કોઈ જુદા થવાની વાત કરતું નથી. જુદા થવાનો અર્થ થાય છે ચીનમાં ભળવું, જે તેમના માટે મહાત્રાસરૂપ લાગે છે, કારણ કે તિબેટની દુર્દશાથી તે કંપી રહ્યા છે. આ પ્રજાને પકડી રાખનાર તત્ત્વ બૌદ્ધ ધર્મ છે. અને બૌદ્ધ ધર્મને પકડાવનાર દલાઈ લામા છે. દલાઈ લામાનો પ્રચંડ પ્રભાવ છે. દલાઈ લામા મહાયાની બૌદ્ધ ધર્મીઓના પોપ જેવા છે. તેમનો પડ્યો બોલ લોકો ઉપાડે છે. અમે બૌદ્ધ ધર્મને વ્યવસ્થિત ધર્મના રૂપમાં જોયો. કોઈ સાધુ-બાવા રખડતા નથી. સૌ કોઈ પોતપોતાના ગોમ્પામાં નિયંત્રિત જીવન જીવે છે, તેથી ઘણા સંપ્રદાયો – પંથો કે પરિવારો નથી. બધાનું કેન્દ્ર એકમાત્ર બુદ્ધ જ છે. ઇસ્લામના એક અલ્લાની માફક બૌદ્ધોમાં પણ એક બુદ્ધ છે. સાથે બીજી બેચાર પ્રતિમાઓ હોય પણ સર્વોપરિતા તો બુદ્ધની જ હોય, તેથી વિભાજનથી પ્રજા બચી ગઈ છે.


Hand-picked Items Recommended by Us