• 0
  • No Items available
x

Hu Ishwarma Manu Chhu, Karan Ke... (હું ઈશ્વરમાં માનું છું, કારણ કે...)


Categories: Collected Works
Book Type: epub
Book Size: 2900.21 KB | ISBN(13): 9789312345248


હું ઈશ્વરમાં માનું છું અથવા હું ઈશ્વરને માનું છું. આ ખૂબ જ મહત્ત્વના વિચારને લઈને એક ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે, ત્યારે મારે તો મારી જવાબદારીએ એટલું જ કહેવું છે કે કોઈ ઈશ્વરમાં કે ઈશ્વરને માને છે કે પછી નથી માનતું, એથી ઈશ્વરને કે આપણને કાંઈ હાનિ-લાભ નથી. કારણ કે આપણે ઈશ્વરને માનીએ કે ન માનીએ એથી ઈશ્વર (પરમતત્ત્વ) ને કાંઈ ફર્ક નથી પડતો અને બહુ જ સાક્ષીભાવે જોઈએ તો આપણને પણ કાંઈ ફર્ક નથી પડતો. હા, એટલું જરૂર કે ઈશ્વરમાં માનનાર ને લોકો આસ્તિક કે ધાર્મિક ગણીને આદર ભરી દૃષ્ટિથી જુએ છે અને એનો સૂક્ષ્મ ગર્વ પણ આપણને અનુભવાતો હોય છે. પરંતુ જે નથી માનતો એને લોકો આસ્તિક ન ગણે તો એ વ્યક્તિને ગર્વ પણ ન થાય તો આમાં કોઈ ખોટ જેવું પણ નથી. તેથી માનવા ન માનવામાં ‘જીવ કે શિવ’ બંનેને કોઈ ફેર નથી પડતો. મહત્ત્વ છે ઈશ્વરને જાણવાનું. જેણે એ તત્ત્વને જાણ્યું એ પામી જાય છે. માનસમાં શિવજી કહે છે પરમ તત્ત્વ પ્રેમથી પ્રગટે છે એ હું જાણું છું, ‘પ્રેમ તે પ્રગટ હોહીં મૈં જાના’. તુલસી દોહાવલીમાં કહે છે. ‘જાનત તુલસીદાસ’. તો મારા અનુભવે માનવા કરતાં જાણવાનું મહત્ત્વ વધારે છે.


Hand-picked Items Recommended by Us