• 0
  • No Items available
x

Vijay Shah (વિજય શાહ)

Description

૧૯૯૬માં   ભારતથી આવીને  હ્યુસ્ટનમાં સ્થાયી  થયેલ  શ્રી વિજય શાહનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અને અથાગ સક્રિયતા નોંધપાત્ર છે.

વિજયભાઇને ત્રણ શોખ જબર જસ્ત છે અને તે છે ગુજરાતી વાંચવુ, લખવુ અને લખાવવુ. શોખો શેર બ્રોકર તરીકે તેમની કારકિર્દીમાં કદી આડે ના આવ્યા. તેમના કાવ્યો ઝાઝી.કોમ ઉપર નિયમિત મુકાતા તે સમયે વિશાલ મોણપરા સાથે સંપર્ક થયો અને તકનીકી ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યુ. તેના પ્રમુખ પેડે ( કે જેનાથી ગુજરાતી ટાઇપ સરળ થયુગુજરાતી સાહિત્ય સરિતાને એક પ્રચંડ વેગ આપ્યો. તે થકી વિજયભાઈએ દરેક સર્જકોને ગુજરાતી સાહિત્ય સરિતા ઉપર વેબ પેજ આપી તેમના સર્જનો પ્રસિધ્ધ કરવાની તક આપી. હ્યુસ્ટનનાં સર્જકો હવે હ્યુસ્ટન પૂરતા સીમિત રહેતા સમગ્ર વિશ્વ વ્યાપી બની રહ્યા.

સર્જન તપસ્યા છે. જેમાં ધીરજ અને કવાયતો મુખ્ય છે અને ચેમ્પીયનો આનાથી પણ એક કદમ આગળ વધે છે અને તે છે અન્યોને યજ્ઞમાં પોતાની સાથે જોડે છે. વિજયભાઇ એવા યોગી છે જેમણે ગુજરાતી ભાષા માટે ધૂણી ધખાવી છે. અને પોતાને સદાય ગુજરાતી ભાષાનોઅદનો સેવકકહે છે