Category: ebook-eshabda

અપરિહાર્ય અને અનિવાર્ય મૃત્યુના દુહા—બળવંત જાની

નેપાળના ભૂકંપથી થયેલા મનુષ્યના મૃત્યુનો વિચાર કરું છું ને સ્મરણે ચઢે છે 26મી જાન્યુઆરી 2001નો કચ્છનો ભૂકંપ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિપદે સેવારત હતો. ભૂકંપગ્રસ્ત ભૂમિમાં દબાઈને હોમાઈ ગયેલા હજારો માનવીઓના અકાળ નિર્વાણ—બલિદાનથી હૃદય બળતું હતું. એ વખતે ‘આદિવચન’ મુખપત્રમાં મારું પુરોવચન લખવા માટે જે દુહો ટાંકેલો તે અહીં અપરિહાર્ય—અનિવાર્ય એવા મૃત્યુની વિગતોને ઉલ્લેખતા—આલેખતા દુહાઓ વિશેની Read More

મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય

એક સવારે આંખ ખૂલે, ત્યારે તમને ખબર પડે કે હવે તમારી પાસે સાત દિવસ છે… જીવવા માટે! છેલ્લા સાત દિવસ… અને જો તમને એમ લાગે કે તમારે આ સાત દિવસ ખુશી-આનંદથી, મજા કરીને, શાંતિથી વિતાવવા છે. કોઈ જિજીવિષા, કોઈ ઇચ્છાઓ, કોઈ ઝંખનાઓ એવી નથી, જે પૂરી નહીં થાય તો આ શરીર છોડવાનું અઘરું બની જશે… Read More

દરિયા ઉપરથી – ‘છેલ્લો કટોરો’ — મહાદેવ દેસાઈ

1931માં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કરેલ સંબોધન-કાવ્ય ‘છેલ્લો કટોરો’ ગુજરાતી કાવ્યજગતમાં આગવું સ્થાન ધરાવે છે. તે સમયની સમગ્ર સ્થિતિનું તાદૃશ નિરૂપણ કરતો મહાદેવભાઈ દેસાઈનો લેખ ‘નવજીવન’ સમાચારપત્રમાં તા. 20મી સપ્ટેમ્બર, 1931ના રોજ છપાયો. ‘આજનો ઈ-શબ્દ’માં તે લેખ, અંકનું મુખપૃષ્ઠ અને સમગ્ર ‘છેલ્લો કટોરો’ કાવ્ય… આટલી ઝડપથી તો સ્વપ્નું Read More

સાગર મુવીટોન : પુસ્તકરૂપ કૌતુક – સંજય શ્રીપાદ ભાવે

પોણી સદી પહેલાંની દુર્લભ છબિઓ અને માહિતીથી સમૃદ્ધ નવું રમણીય પુસ્તક ‘સાગર મુવીટોન’, સિનેમા વિષય પરનાં ગુજરાતી પુસ્તકોમાં અજોડ કહી શકાય તેવું છે. આ દળદાર ગ્રંથમાં સાગર મુવીટોન નામની ફિલ્મ કંપનીનો ઇતિહાસ લેખક-સંપાદક બિરેન કોઠારીએ આલેખ્યો છે. કંપનીએ ૧૯૩૧થી લઈને ચડતી-પડતી સત્તરેક વર્ષમાં, પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ સહિત છ ભાષામાં સિત્તેરથી વધુ ફિલ્મોનું નિર્માણ Read More

ઇમેજની દક્ષિણ ગુજરાત યાત્રા : ૧૩મું વર્ષ

‘આજનો ઇ-શબ્દ’ તરફથી આપ સૌ વાચકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભ કામનાઓ… પુસ્તકપ્રકાશનક્ષેત્રે ઇમેજ પબ્લિકેશન્સે નિરાળી ઇમેજ ઊભી કરી છે. જોવા ગમે એવાં અને જીવન તેમ જ સાહિત્યને લગતા અનેકવિધ સંપાદનો પ્રકાશિત કરીને ગુજરાતી સાહિત્યને રળિયાત કર્યું છે. ગુજરાતી ભાષા-સાહિત્યની ખેવના પણ ઇમેજના હૈયે હંમેશ વસેલી છે. જેને અનુષંગે ભાષા-સાહિત્યના પ્રચાર-પ્રસાર અર્થ ઇમેજ નોખા અનોખા Read More

ઝલકથી પલક સુધી… હિતેન આનંદપરા

દાયકાઓથી અનેક ગુજરાતી ઘરોમાં વંચાતું ‘ચિત્રલેખા’ અનેક રસપ્રદ વિષયોની કટારો પીરસતું રહ્યું છે. તે પૈકીની એક તે ‘પલક’. આ કટારમાં કોઈ કવિતા, શેર કે સુવાક્ય પર પોતાના રિફ્લેક્શન્સ રજૂ કરતા હિતેન આનંદપરા પોતાનું ભાવવિશ્વ આબાદ રીતે આલેખે છે. હળવી શૈલીમાં લખાયેલી આ કટાર ભારે માર્મિક વાત કહી જાય છે અને અનેક વાચકોમાં અતિપ્રિય છે. ઇમેજ Read More

આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ… હેપ્પી બર્થ ડે…રમેશ પારેખ

પૂછ્યું મેં – ‘વૃક્ષ મોટું બીજમાંથી થાય કઈ રીતે?’ મને ચૂમી ભરીને એ કહે કે, ‘આમ થાય છે!’ વાસ્તવિક દુનિયાની ઘટનાઓ સાથે હૃદયની ભાવનાઓને બહુ સહજ શબ્દોથી કાવ્યસ્વરૂપે જોડી આપતા કવિ રમેશ પારેખનું ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં એક આગવું સ્થાન છે. કવિ સુરેશ દલાલના બે જ વાક્યોમાં, “સર્જકતાથી ફાટફાટ થતો કવિ. ગુજરાતી નવી કવિતા પર છવાઈ ગયેલો Read More

‘મા’ સાથેનો સંવાદ : ‘સાક્ષીભાવ’ – નરેન્દ્ર મોદી

સફળતાની ટોચે પહોંચેલ માનવીએ પણ ક્યારેક તો એ સફર અંતરના તળિયેથી શરૂ કરી હોય છે. શરૂઆતના સંઘર્ષનો એ સમય તેના મનના એક ખૂણામાં આજીવન સચવાયેલો રહે છે. સંઘર્ષના સમયે તેને જે-જે લોકોએ સાથ આપ્યો હોય તેમના પ્રત્યે એક વિશેષ કૃતજ્ઞભાવ તેના મનમાં કાયમનો અંકિત થઈ જાય છે. પણ સાંપડેલી સફળતાના પાયામાં રહેલું સૌથી અગત્યનું પાસું એ Read More

જવાહરલાલની મનોદશા – મહાદેવ દેસાઈ

ભારતની આઝાદી અહિંસક હોવાના કારણે વિશ્વના ચોપડે અજોડ લેખાય છે. આઝાદીના જે લડવૈયાઓ ૧૯૧૫માં ગાંધીજીના આગમન પછી અહિંસક માર્ગે વળ્યા હતા તેમાંના એક મોતીલાલ નહેરૂના પુત્ર જવાહરલાલ. સંપૂર્ણ સ્વતંત્ર વિચારબુદ્ધિથી ગાંધીજીની અહિંસાને ‘By Choice’ અપનાવનારા જોશીલા યુવા બેરિસ્ટર જવાહરલાલ ખૂબ મહેનતુ અને મનોવૃત્તિથી ઘણા આધુનિક હતા. ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના લાહોર સેશનમાં તેમના પ્રમુખપદે ભારતે પૂર્ણ સ્વરાજનું Read More

Vivek Desai

ઇસ ઘટ અંતર અનહદ ગરજે…—વિવેક દેસાઈ

ઈ. સ. 2001માં યોજાયેલા કુંભમેળાની એક દસ્તાવેજી ફિલ્મ નૅશનલ જિયૉગ્રાફિક ચૅનલ પર વારંવાર જોયેલી. એ કુંભને `ક્લિક’ કરવાનું કામ નેશનલ જિયૉગ્રાફિક ચૅનલે ભારતના ટોચના ફોટોગ્રાફર રઘુરાયને સોંપેલું. રઘુરાયે આખો કુંભમેળો કેવી રીતે `ક્લિક’ કર્યો ને બાવાઓની ફોટોગ્રાફી કરતી વખતે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો તે તમામ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું. ત્યારથી જ મનમાં Read More

શબ્દથી ઇ-શબ્દ સુધી – અપૂર્વ આશર

કોઈ પણ મોટો બદલાવ—change એક વાવાઝોડા કે તોફાન જેવો હોય છે. એના તરફ આપણો અભિગમ, મોટે ભાગે, પેલા રેતીમાં માથુ સંતાડતા શાહમૃગ જેવો હોય છે. ખાસ કરીને ટૅક્નૉલૉજીના ચેન્જ આપણે એને સ્વીકારીએ છીએ કે નહીં એની રાહ જોતા નથી. … કાળક્રમે તે પોતાને સ્થાપિત કરીને જ રહે છે… પણ જો આપણે રેતમાંથી માથું કાઢી એને Read More

શહેર સફાઈ – સરદાર વલ્લભભાઇ પટેલ

આવતી ૧૩મી તારીખે અમદાવાદના નવરંગપુરા અને શાહપુરને જોડતા ગાંધીપુલને ખુલ્લો મુકાયાને ૭૪ વર્ષ પૂરા થશે. ગાંધીજીની સુંદર પ્રતિમાને લીધે (અને કદાચ ટ્રાફિકના લીધે પણ) અમદાવાદીઓમાં માનીતા એ પુલનું ઉદ્ઘાટન ગાંધીજીની હયાતીમાં જ અને તે પણ સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે થયું હતું. ઇ-શબ્દ આજે આપની સમક્ષ લઈને આવ્યું છે એ વક્તવ્ય જે સરદારે ઉદ્ઘાટન સમયે આપ્યું Read More

દુષ્યન્ત કુમાર—દીપક સોલિયા

‘ઉત્તમ સર્જકને જાણવા-માણવાનો ઉત્સવ’- આ આશયથી દીપક સોલિયાએ દુષ્યંત કુમારના જીવન અને સર્જનની કરેલી વાતોમાંથી… Read More

સ્વચ્છતા વિષે ગાંધીજી – આચાર્ય કૃપાલની

ગાંધીજીના જીવનમાં અને કાર્યમાં સ્વચ્છતા એવી તો વણાઈ ગઈ હતી કે બાપુને યાદ કરતાં સહજપણે જ સ્વછતા વિષેના તેમનાં કાર્યો નહીં તો તે વિષેનો તેમનો પ્રેમ તો યાદ આવી જ જાય… તેમને મન સ્વછતા એ માત્ર કચરો સાફ કરવાના સ્થૂળ અર્થમાં નહીં પરંતુ કોઈ પણ વસ્તુના યોગ્ય અને કરકસરયુક્ત ઉપયોગ વડે ઓછામાં ઓછો બગાડ થાય Read More

ભૂખ્યા પાષાણ – રવીન્દ્રનાથ ટાગોર

રવીન્દ્રનાથ 1878માં 17 વર્ષની વયે પ્રથમ વાર અમદાવાદ આવ્યા હતા અને શાહીબાગમાં શાહજહાંના મહેલમાં રહ્યા હતા. અહીં એમને એમની વાર્તા—ક્ષુધિત પાષાણ—નું કથાવસ્તુ સૂઝ્યું હતું, જે પછીથી 1894માં એમણે લખી હતી. William Radice દ્વારા થયેલો The Hungry Stones નામનો અનુવાદ પણ મૂળ જેટલો જ અદ્ભુત છે. અહીં પ્રસ્તુત છે શ્રી રમણલાલ સોની દ્વારા અનુદિત… ભૂખ્યા પાષાણ Read More

1 2 3