• 0
  • No Items available
x

Kaajal Oza Vaidya (કાજલ ઓઝા વૈદ્ય)

Description

કાજલ ઓઝા વૈદ્ય... ગુજરાતી લિટરેચરનું બ્રાન્ડ નેમ... યુવાનો અને સ્ત્રીઓ માટે ઇન્સ્પિરેશન.

ગુજરાતી પત્રકારત્વમાં જેમનું નામ ખૂબ આદરથી લેવાય છે એવા દિગંત ઓઝાની પુત્રી કાજલને વિચારોની સ્પષ્ટતા અને પ્રામાણિકતા વારસામાં મળ્યા છે. દિગંત ઓઝા પોતાના સમયના પહેલા પ્રોફેશનલ એડિટર્સમાં ગણાય છે. એમની વિચારશીલ અને તીખી કલમ અડધી સદી કરતાં વધુ સમય સુધી ગુજરાતી પત્રકારત્વને ઉત્તમ રાજકીય લેખો અને માહિતીસભર કૉલમ્સ આપતી રહી છે.

કાજલનું લેખન પ્રામાણિક અને સ્પષ્ટ છે. એના સમકાલીન લેખકોએ બહુ ટૂંકા ગાળામાં કાજલની કલમ અને લોકપ્રિયતાને વિસ્તરતી જોઈ છે અને આવકારી છે. 2005માં ટૂંકી વાર્તાઓનો સંગ્રહ `સંબંધ... તો આકાશ' કાજલનું પહેલું પ્રકાશિત પુસ્તક, એ પછી કવિતાસંગ્રહ `શેષયાત્રા'. `ચિત્રલેખા'માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી નવલકથા `યોગ વિયોગ'થી કાજલ વાચકો સુધી પહોંચી અને પહેલી જ નવલકથાથી લોકપ્રિય થઈ. એક દાયકા કરતાં ઓછા સમયમાં 56થી વધુ પુસ્તકો આપીને કાજલે ગુજરાતી સાહિત્યમાં નિબંધો, પત્રસાહિત્ય, નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, નાટકો અને કવિતાઓ સહિત ફિલ્મની સ્ક્રીપ્ટ અને ટેલિવિઝન સિરિયલ જેવા વિવિધ વિષયોમાં પ્રદાન કર્યું છે. ગુજરાતીના કોઈ લેખકે ભાગ્યે જ જોઈ હોય એટલી આવૃત્તિઓ કાજલના પુસ્તકોએ જોઈ છે.

સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ અને ક્રાંતિકારી વિચારોને કારણે કાજલ પાસે વિશાળ વાચક વર્ગ છે. એમાં તમામ ઉંમરના વાચકોનો સમાવેશ થાય છે. સમાજના નિશ્ચિત નિયમોને વળોટીને, વિવેચક કે વાચકના જજમેન્ટ પર આધારિત રહ્યા વગર કાજલ વિશુદ્ધ સંવેદનાઓને આલેખતી રહી છે. જિંદગીના અનુભવ અને એમાંથી મળેલા સાદા જ્ઞાનને કાજલે પોતાના વાચકો સાથે વહેંચ્યું છે, વહેંચતી રહી છે. કાજલની ભાષા સરળ છે અને એનું વિષય વૈવિધ્ય માનવીય સંબંધો, પુરાણોના નૂતન અર્થઘટનથી શરૂ કરીને સમકાલીન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધી વિસ્તરે છે. કાજલ ક્યારેય કોઈ `ક્રાંતિકારી મહિલા' કે `ફેમિનિસ્ટ'નું લેબલ સ્વીકારતી નથી, પરંતુ સમાજના જડ અને સડી ગયેલા નિયમોને, કેટલીક માન્યતાઓને બદલવા માટે સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતી રહી છે. સત્ય અને સ્પષ્ટતાથી લખાયેલા કાજલના લેખોમાં સમાજ માટે આઇનો છે અને સ્વયં પ્રત્યેની ઇમાનદારી છે. પાંચ અખબારોમાં પ્રસિદ્ધ થતી કાજલની વિવિધ કૉલમ્સ દર અઠવાડિયે વાચકો માટે પ્રેરણા અને નવા વિચારો લઈને આવે છે.

નાટક, સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં પણ કાજલનું પ્રદાન નોંધપાત્ર છે. કાજલે લખેલી અનેક ટેલિવિઝન સિરિયલ્સ અને નાટકોને અનેક ઍવૉર્ડ મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ડેવલપમેન્ટલ કમ્યુનિકેશનના ડિપાર્ટમેન્ટમાં કાજલ વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે ક્રિએટિવ રાઇટિંગ ભણાવે છે.

કોઈ પણ પ્રકારની ગૂંચવણ વગરના સ્પષ્ટ અને સ્વતંત્ર વિચારોને કારણે કાજલના વક્તવ્યો લોકપ્રિય છે. સાદી ભાષા છતાં હૃદયમાં ઊતરી જાય એવી સીધી વાત કાજલના વક્તવ્યોની ખાસિયત છે. પુરાણો, મહાકાવ્યો, ઇતિહાસથી શરૂ કરીને માનવીય સંબંધો, બાળઉછેર, શિક્ષણ કે આજના મહત્ત્વના સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ સહિત સાહિત્યના વિષયો ઉપર કાજલના વક્તવ્યો દેશમાં અને વિદેશમાં યોજાતા રહે છે. `માણસ', `મન' અને `જીવન' કાજલના વક્તવ્યોનું હાર્દ રહ્યું છે. કાજલના વક્તવ્યો પછીની પ્રશ્નોત્તરી એના શ્રોતાઓ માટે સ્વયં સાથેનો સંવાદ શરૂ કરવાની એક નવી જ દિશા ઉઘાડી આપે છે.

તદ્દન આગવી, મૉડર્ન અને બોલ્ડ ઇમેજ ધરાવતી કાજલની વેશભૂષામાં સાડી એની બ્રાન્ડ બની ગઈ છે. ટીનએજ યુવતીઓ અને સ્ત્રીઓ માટે કાજલ એક ફૅશન આઇકોન છે. સ્ત્રીઓ અને યુવાનોનો બહોળો પ્રસંશક વર્ગ ધરાવતી કાજલના વાચકોમાં પુરુષોની સંખ્યા પણ બહુ વિશાળ અને નોંધનીય છે.

 

Kaajal Oza Vaidya – A brand name in Gujarati literature. A youth icon and an inspiration for many women.

Kaajal has inherited the vocabulary and clarity of thoughts from her father Digant Oza – a renowned journalist.

Kaajal’s writing is honest and upfront. Her contemporaries have witnessed her phenomenal growth within a short span of time. While she had already made a noteworthy debut with her first short story collection in 2005, Kaajal became extremely popular when her very first novel ‘Yog-Viyog’ was serialized in Chitralekha – a leading Gujarati weekly. 

Less than a decade since, her 56 books adorn bookshelves around the world; many with unprecedented number of reprints for Gujarati language. Her works include essays, letters, novels, short story collections, drama and also a collection of poems. Her columns, printed in leading Gujarati newspapers, hold a mirror up to contemporary society. While Kaajal invariably writes in her mother tongue Gujarati, many of her works have been translated in more than five languages.

Distinct characters, lucid expressions and radical thoughts have constantly extended her readership. Without fear of being judged, Kaajal pours pure emotions on the paper. The fire within distinguishes Kaajal from her contemporaries. Her language is simple and her subjects vary from human relationships, mythological interpretations to contemporary national and international topics. Though she has never claimed to be a rebel herself, Kaajal wishes to reconstruct the set norms with positive changes. There is an ownership of truth and strength in her essays and articles. Widely read, her prolific works have inspired readers, and have served as eye-openers for many.

Kaajal Oza Vaidya is a name equally respected and well received in theater, television and cinema worlds for over a decade. Her TV shows, plays and feature films have won many accolades. Kaajal also serves as a visiting faculty for creative writing at Gujarat University.

An orator with finesse, unambiguity and precision, Kaajal’s speaks simply and honestly, touching the listeners’ very core. She speaks on many subjects ranging from mythology & literature to parenting, education & current topics. “Life” at large is her domain. Audiences relish her words as she elevates their feeling of self-esteem and independence. Kaajal has delivered lectures and attended seminars across the length and breadth of the nation and the globe – wherever there is Gujarati-, Hindi- or English-speaking audience.

Her unique sense of dressing and winsome demeanor has established her as an idol for many a young girl. Kaajal has a great connect and fan following among youth and women, and she continues to inspire them. Men readers appreciate her for her unbiased and objective views.

Visit Kaajal Oza Vaidya at www.kaajalozavaidya.in