Shabda Ekbijano (શબ્દ એકબીજાનો)

Add to Cart

About The Product

આપણે સામાન્ય રીતે સાંભળવા ટેવાયેલા નથી. માત્ર કહેવું જ ગમે છે... હવે જો બંને જણા કહેવાનું જ નક્કી કરે તો કોણ કોનું સાંભળે? જ્યારે સાંભળતા નથી ત્યારે સમજતા પણ નથી... ને સમજતા નથી માટે સંબંધનું મૂલ્ય કરી શકતા નથી. આ પુસ્તક ‘શબ્દ એકબીજાનો’ આપણી જીભની સાથે સાથે આપણી શ્રવણેન્દ્રિયને પણ જગાડવાનું કામ કરે એવો મારો પ્રયાસ છે. અંગ્રેજીમાં ‘ટુ હિયર’ અને ‘ટુ લીસન ટુ’ આવાં બે ક્રિયાપદ છે. એક સાંભળવું અને બીજું ધ્યાનથી સાંભળવું... હું ઇચ્છું છું કે આપણે સૌ એકબીજાને ધ્યાનથી સાંભળીએ, પછી સમજવા માટે પ્રયત્ન નહીં કરવો પડે એની મને ખાતરી છે.