• 0
  • No Items available
x

Lovely Paan House (લવલી પાન હાઉસ)


Publisher: Dhruv Bhatt
Categories: Fiction , Young Adult , Novel
Book Type: epub
Book Size: 758.91 KB | ISBN(13): 9789384604073


આ પુસ્તક ભારતીય સાહિત્ય અકાદમીના રાઈટર ઈન રેસીડેન્સ કાર્યક્રમ હેઠળ, ભાષા ભવન, ભાવનગર યુનિવર્સિટી સાથે સંલગ્ન રહીને લખાયું છે. આ બન્ને સંસ્થાઓના સદ્ભાવ પ્રત્યે આદર અને પ્રતિભાવ રૂપે મને આવેલા વિચાર મુજબ મેં ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ પાસેથી તેમનાં મૌલિક લખાણ/સર્જનાત્મક સહયોગ મેળવવા પ્રયાસ કરેલો છે. આ પ્રયોગ દરમાિન મેં વિદ્યાર્થીઓ સમક્ષ કથાના ચાર પ્રકરણોનું વાચન કરીને તેના અનુસંધાને વિદ્યાર્થીએ જોયેલી કોઈ ઘટના કે પ્રસંગનું વર્ણન અથવા કાલ્પનિક, મૌલિક લખાણો આપવાની માગણી કરી હતી. જેમાંથી અનુકૂળ લખાણનો સમાવેશ હું આ કથામાં કરવાનો હતો. આ પ્રયોગ અંતર્ગત કુમારી ભાનુ સનાડાએ આપેલ લખાણ (બાદશા-બીરબલના અંશો) તથા શ્રી ધર્મદીપ ગઢવીએ લખેલા પત્રના કેટલાંક અંશો (પાનની દુકાનના કેટલાંક વર્ણનો), કથાને અનુરૂપ ફેરફાર સાથે મેં આ પુસ્તકમાં સમાવ્યા છે. — ધૃવ ભટ્ટ


Hand-picked Items Recommended by Us