• 0
  • No Items available
x

Mauritius Ane Dubaino Pravas (મોરેશિયસ અને દુબઈનો પ્રવાસ)


Categories: Travel
Book Type: epub
Book Size: 763.15 KB | ISBN(13): 9789351750734


પ્રજાજીવન પર સૌથી મોટી અસર ધર્મની થતી હોય છે. હિન્દુ ધર્મમાં ઘણાં દેવ–દેવીઓ હોવાથી કટ્ટરતા નથી. સૌને હાથ જોડવાની પદ્ધતિ વિકસી છે. બીજી તરફ ઇસ્લામમાં એક જ અલ્લા અને તે પણ નિરાકાર હોવાથી કટ્ટરતા લાગે, પણ સમૃદ્ધિની દૃષ્ટિએ મોરિશિયસ કરતાં દુબઈ ઘણું આગળ. ભારત કરતાં મોરિશિયસનો સામાન્ય માણસ ચારગણું કમાય છે, તો બીજી તરફ દુબઈનો માણસ તો કદાચ દશગણું કમાતો હશે. આ જ કારણસર લોકો દુબઈ જવા પડાપડી કરતા હોય છે. ભારતના અર્થશાસ્ત્રીઓએ–ખાસ કરીને ચરખા અર્થશાસ્ત્રીઓએ દુબઈ જઈને અધ્યયન કરવું જોઈએ કે કશા જ સોર્સ વિના આ પ્રદેશ આટલો બધો સમૃદ્ધ કેવી રીતે થયો અને આપણી પાસે બધા સોર્સ હોવા છતાં પણ દેશ પછાત અને ગરીબ કેમ બન્યો. બન્ને પ્રદેશોમાં કાયદાની વ્યવસ્થા ઘણી સારી. ક્યાંય પોલીસ જ ન દેખાય. બન્ને પ્રદેશમાં પચરંગી અને વિવિધધર્મી વસ્તી હોવા છતાં ક્યાંય કોમવાદ કે કોમી ઝઘડા નહિ. ભારતના રાજકારણીઓએ બન્ને જગ્યાએ જઈને અધ્યયન કરવું જોઈએ કે અહીં કોમવાદ કે કોમી ઝઘડા કેમ નથી.


Hand-picked Items Recommended by Us